જિલ્લા સ્વાગતમાં બંધ થયેલું જમીનનું પાનીયું ચાલુ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. વ્યારા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી ડો,વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે. ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ દર મહિને તબક્કાવાર યોજાતા સ્વાગત કાર્યક્રમો વહીવટતંત્ર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો દોર વધુ મજબૂત બનાવે છે.
આજે વ્યારા ખાતે યોજાયેલા જિલ્લા સ્વાગતમાં સરૈયા, તા. વ્યારાના રહેવાસી નુરજીભાઈ બાબલાભાઈ ગામીતની બ્લોક નં.૧૬૬ વાળી જમીનનું પાનીયું ટેકનીકલ કારણોસર બંધ થયેલ હતું જેની અરજી અરજદારે આપી હતી આ અરજીના અનુસંધાને કલેકટરશ્રીના આદેશ અનુસાર જમીન દફતર કમ એકત્રીકરણના અધિક્ષકની કચેરી દ્વારા સુધારા હુકમ સ્થળ પર આપવામાં આવ્યો હતો.
00000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
