જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૭/૧૨માં નામ સુધારા હુકમ સાથે દાખલ કરાયું
તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો. વિપિન ગર્ગે ફરિયાદીને સ્થળ પર હુકમ અપાવ્યો
——–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. વ્યારા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી ડો,વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે. ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ દર મહિને તબક્કાવાર યોજાતા સ્વાગત કાર્યક્રમો વહીવટતંત્ર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો દોર વધુ મજબૂત બનાવે છે.
આજે વ્યારા ખાતે યોજાયેલા જિલ્લા સ્વાગતમાં કાળાઘાટ, તા. સોનગઢના રહેવાસી વિગાભાઈ જ્વાળાભાઈ ગામીતનું નામ ૭-૧૨ના ઉતારામાં રહેવા પામેલ ન હતું જેને લઈને વિગભાઈએ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજી કરી હતી. આ અરજી ગ્રાહ્ય રાખીને કલેકટરશ્રી દ્વારા સુચન કરતા તેમનું નામ ૭/૧૨ માં દાખલ થતો સુધારા હુકમ કરવામાં આવ્યો હતો.
00000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
