જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા મોટાભાગના પ્રશ્નોનો સુખદ નિકાલ કરાયો

Contact News Publisher

તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
——–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. વ્યારા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી ડો,વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે. ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ દર મહિને તબક્કાવાર યોજાતા સ્વાગત કાર્યક્રમો વહીવટતંત્ર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો દોર વધુ મજબૂત બનાવે છે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૧૭ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. રજૂ થયેલા પ્રશ્નોમાં ૭/૧૨નો ઉતારો ચાલુ કરવો, જમીન સંપાદન એવોર્ડ મુજબ કે.જે.પી. બનાવવા, લેન્ડ ગ્રેબિંગ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે પંચાયત દ્વારા દબાણો દૂર કરી પાણીનો નિકાલ કરવો, ગ્રેજ્યુઈટીની રકમ બાબતે, મનરેગા હેઠળ જોબકાર્ડ બાબતે, ગામતળની જમીન બાબતે જેવા પ્રશ્નો પ્રસ્તુત થયા હતા.

આ તમામ પ્રશ્નો અંગે સ્વાગત કાર્યક્રમના અધ્યક્ષ અને કલેકટરશ્રીએ અરજદારોને સાંભળી, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેથી પ્રશ્નો લઈને ઉપસ્થિત થયેલા નાગરિકોએ જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, ના.વન સંરક્ષક સચિન ગુપ્તા, પ્રા.વહીવટદાર શ્રી જયેન્દ્ર રાઠોડ, ડો.રીતિકા અઈર્માં, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ, પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ, ડી.આર.ડી.એ ડાયરેક્ટર શ્રી ખ્યાતી પટેલ તેમજ સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other