માંગરોળ ખાતે ઉમીયા સો મિલની બાજુમાં આવેલ ખાનગી માલિકીની પડતર જગ્યામાં લાગેલી  આગ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  તાલુકા મથક માંગરોળ ખાતે આદિવાસી ફળીયા અને ઉમીયા સો મિલની બાજુમાં આવેલી ખાનગી માલિકીની પડતર જગ્યામાં આજે સાંજના સમયે એકા એક આગ લાગતાં એક તબક્કે આસપાસના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી.
માંગરોળ ઉમીયા સો મિલની બાજુમાં આવેલ ખાનગી માલિકીની ખૂબ મોટી પડતર ખુલ્લી જગ્યા આવેલી છે.જેમાં હાલમાં ખૂબ જંગલી ઝાડો  ઉગી નીકળેલા છે,વળી હાલમાં ગરમીનો પાળો ખૂબ ઉંચો રહેતો હોય ગરમીને પગલે આ જમીનમાં ઉગેલું ઘાસ સુકાઈ ગયું હોય આગે વિકરાણ રૂપ ધારણ કર્યું હોય આસપાસના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી, કારણ કે આ જમીનની નજીક જ આદિવાસી વિસ્તારનાં રહેઠાણો આવેલા હોય આ આગને કાબુમાં લેવી જરૂરી હતી,જો કે ગ્રામ પંચાયતના સરપંચ નિકેશકુમાર વસાવા એ માંગરોળના પી.એસ.આઇ. પરેશ એચ.નાયી ને જાણ કરતાં એમણે નજીકમાં આવેલી જી.આઇ.પી.સી.એલ. કંપનીનાં ફાયર ફાઇટર વિભાગને જાણ કરતાં કંપનીનું ફાયર ફાઇટર આવતાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *