શાળા પ્રવેશોત્સવ : સાંસદ મુકેશભાઈ દલાલે સાયણની ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં વિધાર્થીઓને વિધિવત પ્રવેશ કરાવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડનાં સાયણ નગર સ્થિત ડી.આર.જી.ડી.સાર્વજનિક વિદ્યાલય ખાતે સુરતનાં સાંસદ મુકેશભાઈ દલાલનાં અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. તેમની સાથે ઓલપાડ તાલુકા ભાજપા મહામંત્રી સુનિલ પટેલ, રાજ પટેલ સહિત બ્રિજેશ પટેલ જોડાયા હતાં. આ પ્રસંગે તેમણે ધોરણ 9 અને ધોરણ 11 નાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમનાં ભાગરૂપે શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે માનનીય સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા પોતાનાં વક્તવ્યમાં કન્યાઓનાં શિક્ષણ ઉપર ભાર મૂકી અને કન્યાઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવું આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે શાળામાં જે કોઈપણ જરૂરિયાત હોય તે માટે પોતાની ગ્રાન્ટમાંથી સહાય કરવાની તત્પરતા દર્શાવી હતી. કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *