કલા મહાકુંભમાં ભાગ લેવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની કૃતિઓ માટે નોંધણી શરુ કરવામાં આવી 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧, તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન તા.૨૦/૦૭/૨૦૨૫ સુધી થશે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરુ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષએથી શરુ થતી ૦૯ કૃતિ જેમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) અને ઓરગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં પખવાજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓ યોજાશે. જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. (૧) વ્યારા તાલુકાના સ્પર્ધક કલાકારોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં,૬ પ્રથમમાળ, પાનવાડી ખાતે (૨) સોનગઢ તાલુકાના સ્પર્ધક કલાકારોએ સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતે આશિષભાઇ ગામીત (૩) ઉચ્છલ તાલુકાના સ્પર્ધક કલાકારોએ સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલખાતે દિપકભાઈ કેપ્ટન (૪) નિઝર તાલુકાના સ્પર્ધક કલાકારોએ મોડેલ સ્કુલ નિઝર ખાતે ગુલસિંગભાઈ ચૌધરી (૫) કુકરમુંડા તાલુકાના સ્પર્ધક કલાકારોએ સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા ખાતે જયેશભાઇ શાહ (૬) વાલોડ તાલુકાના સ્પર્ધક કલાકારોએ બી.ટી & કે.એલ ઝવેરી હાઇસ્કુલ, બુહારી ખાતે રતિલાલભાઇ ગામીત (૭) ડોલવણ તાલુકાના સ્પર્ધક કલાકારોએ વિવિધલક્ષી હાઈસ્કુલ ડોલવણ ખાતે રાજેશભાઈ ચૌધરીને જમાં કરાવવાના રહેશે. તેમજ સીધી જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા તથા રાજયકક્ષાની સ્પર્ધાની એન્ટ્રી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં,૬ પ્રથમ માળ, પાનવાડી ખાતે પહોંચાડવાની રહેશે. વિગતવાર ફોર્મ નિયમો જે તે તાલુકાનાં કન્વીનરશ્રી પાસેથી તેમજ જિલ્લા કચેરી ખાતેથી મેળવી શકાશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન આર. ગામીતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other