દિલ્હીમાં યોજાનારી ૬૪મી સુબ્રટો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે તાપી જિલ્લાની ટીમોની પસંદગી સ્પર્ધાનું આયોજન
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી તમામ ટીમોએ ૨૪ જૂન સાંજે ૫ સુધી ફરજિયાત નોંધણી કરાવી લેવાની રહેશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧ જૂન. ૬૪મી સુબ્રટો ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૫નું આયોજન તા. ૧૮/૦૮/૨૦૨૫ થી ૨૫/૦૮/૨૦૨૫ દરમિયાન દિલ્હી ખાતે યોજાવાનુ છે. જેમાં સબ-જુનિયર ભાઈઓ (અં-૧૫), જુનિયર ભાઈઓ (અં-૧૭) અને જુનિયર બહેનો (અં-૧૭)ની સ્પર્ધાઓ યોજાશે.
આ અનુસંધાને તાપી જિલ્લા કક્ષાની પસંદગી સ્પર્ધાનું આયોજન જાગૃતિ હાઇસ્કૂલ, માંડળ, તા. સોનગઢ ખાતે તા. ૨૫/૦૬/૨૦૨૫, બુધવારના રોજ કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી તમામ ટીમોએ તા. ૨૪/૦૬/૨૦૨૫, મંગળવાર ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધી શ્રી અક્ષયભાઇ પટેલ (મો. ૮૪૦૧૪ ૪૦૫૮૦) ને રિપોર્ટિંગ કરવાનું રહેશે.
નોંધનિય છે કે, જે ટીમોએ સુબ્રટો કપ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેઓને જ સ્પર્ધામાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવશે.એમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી-તાપીની અખબારીમાં જણાવ્યું છે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
