ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું ઉદાર હાથે દાન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં ગામનાં શિક્ષણપ્રેમી નાગરિક એવાં કિરીટભાઈ ડાહ્યાભાઇ પટેલ તરફથી તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમમાં કિરીટભાઈ પટેલ તરફથી મળેલ લંચબોક્સ, વોટરબેગ, કંપાસબોક્સ, દફતર જેવી બાળોપયોગી વસ્તુઓની કીટ શાળાનાં તમામ બાળકોને વિતરીત કરવામાં આવી હતી. આ તકે તેમણે બાળકોને ઉદારભાવે સેવ ખમણનો ભરપેટ નાસ્તો કરાવ્યો હતો. તમામ બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી. આ પ્રસંગે કિરીટભાઈએ સૌ બાળકોને શૈક્ષણિક પ્રગતિ માટે આશીર્વચન પાઠવ્યા હતાં. શાળાનાં આચાર્યા શ્રીમતી જ્યોતિબેન પટેલે કિરીટભાઈની સખાવતને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *