નશીલા પદાર્થની હેરાફેરી કરતા એકને 17 કીલો ગાંજા સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. /એલ.સી.બી. તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ આગામી રથયાત્રા અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે તા.૧૨/૦૬/૨૦૨૫ ના રોજ પો.સ.ઇ શ્રી એન.પી. ગરાસીયા SOG તાપી તથા એસ.ઓ.જી. સ્ટાફના અ.હે.કો. કમલેશભાઈ કૃષ્ણાભાઈ તથા આ.પો.કો. વિપુલભાઈ રમણભાઈ તથા એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા આ.પો.કો. હસમુખ વિરજી સાથે તાડકુવા ગામની સીમમા આવેલ સ્વીટી પાર્ટી પ્લોટની બાજુમાં મગદુમ નગર વ્યારા તરફ જતા રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહેલ હતા. દરમ્યાન આરોપી નિતેશભાઇ કિરણભાઇ વળવી, ઉ.વ.૨૮, રહે. પાટલી ગલી, ધાનોરાગામ, તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને ગેરકાદેસર રીતે પોતાના કબ્જામાં વગર પાસ પરમીટે કુલ ૧૭.૦૧૦ કિલો ગ્રામ, જેની કુલ કિં.રૂ.૧,૭૦,૧૦૦/- ના મત્તાનો વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતા, મોબાઇલ નંગ-૦૨, કિં.રૂ.૫૫,૦૦૦/- મળી, કુલ રૂ. ૨,૨૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી નાર્કોટીક્સ સબસટન્સ એકટ હેઠળ ગુનો દાખલ કરેલ છે. આ ગુન્હાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર શ્રી વ્યારા પો.સ્ટે.નાઓ કરી રહેલ છે.
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી:-
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી, કે.જી.લીંબાચીયા. SOG તાપી,
(૨) પો.સ.ઇ.શ્રી એન.પી.ગરાસીયા SOG તાપી,
(3) HC હરપાલસિંહ અભેસિંહ એલ.સી.બી.જી.તાપી
(૪) PC હસમુખ વિરજી એલ.સી.બી.જી.તાપી
(૫) ASI અજયભાઇ દાદાભાઇ એસ.ઓ.જી.તાપી
(૬) ASI રાજેન્દ્ર યાદવરાવ એસ.ઓ.જી.તાપી
(૭) HC રાજેશભાઈ ઝુલીયાભાઈ એસ.ઓ.જી.તાપી
(૮) HC કમલેશભાઇ કુષ્ણાભાઇ એસ.ઓ.જી.તાપી
(૯) HC શરદભાઇ સુરજીભાઇ એસ.ઓ.જી.તાપી
(૧૦) HC હિરેનભાઈ ચીમનભાઈ એસ.ઓ.જી.તાપી
(૧૧) PC વિપુલભાઇ રમણભાઇ એસ.ઓ.જી.તાપી
(૧૨) PC જયેશભાઇ બલીરામ એસ.ઓ.જી.તાપી
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.