ઓલપાડ તાલુકાનાં સીથાણ ગામે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાનાં નવા મકાનની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સીથાણ ગામની પ્રાથમિક શાળામાં નિર્માણ પામનાર શાળાનાં નવા મકાનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભૂદેવની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય જ્યોત્સનાબેન રાઠોડ, ગામનાં ઉપસરપંચ કૈલાસબેન રાઠોડ, પંચાયત સભ્ય જીતુભાઈ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશભાઈ મહેતા, કેન્દ્રાચાર્ય હર્ષદભાઈ ચૌધરી તથા એસ.એમ.સી. અધ્યક્ષ ઉષાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગામની આ પ્રાથમિક શાળાનાં આઠ ઓરડાઓ સ્ટાફગણ તથા ગ્રામજનોનાં અથાગ પ્રયત્નો થકી મંજૂર થતાં શિક્ષકો, બાળકો તથા વાલીજનોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી. શાળાનાં આચાર્ય હર્ષદભાઈ ચૌધરીએ નિર્માણાધિન ઓરડાઓનાં ખાતમુહૂર્ત પગલે ખુશી વ્યક્ત કરી ગ્રામજનો સહિત તાલુકા કક્ષાનાં અધિકારી-પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other