અનુસૂચિત જન જાતિ અને અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

૩૦ જૂન ૨૦૨૫ સુધી નામ નોંધણીની તક, શારીરિક-માનસિક વિકાસ સાથે નેતૃત્વ ગુણોનું વિસ્તૃત માર્ગદર્શન મળશે
_
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨ જૂન. રાજ્યમાં વસતા અનુસૂચિત જન જાતિ(ST) અને અનુસૂચિત જાતિ (SC)ના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન વધુ પ્રમાણમાં અનુસુચિત જન જાતિની વસ્તી ધરાવતા જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે.
તદઅનુસાર રાજ્યમાં વસતાં અનુસૂચિત જન જાતિ(ST)અને અનુસૂચિત જાતિ (SC)ના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજનો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે
જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ ૧રના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત માત્ર અનુસૂચિત જન જાતિના યુવક યુવતીઓએ જિલ્લા યુવા વિકાસની કચેરી તાપી જિલ્લા સેવા સદન, પાનવાડી, બ્લોક નં,૬ પ્રથમ માળ, વ્યારા જિ.તાપી નો સંપર્ક નો રહેશે.તેમજ તા.૩૦-૦૬-૨૦૨૫ સુધીમાં નામ નોંધણી કરાવવાની રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.