સમગ્ર જિલ્લામાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવશે

Contact News Publisher

યોગ નિદર્શનનો મુખ્ય કાર્યક્રમ વ્યારાની દક્ષિણપથ વિદ્યાલયમાં યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦, તાપી. સમગ્ર રાજ્યમાં ૨૧મી જૂન ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સમગ્ર રાજ્યમાં જન ભાગીદારીથી ઉજવણી કરવાની હોય આપણા તાપી જિલ્લામાં આ પ્રમાણેના ઉજવણીનો કાર્યક્રમ આયોજન કલેક્ટર કક્ષાએ કરવામાં આવેલ છે

યોગ નિદર્શનના કાર્યક્રમને સુચારુ અને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ દક્ષિણાપત વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે યોજવામાં આવનાર છે આ ઉપરાંત આઈકોનીક સ્થળ તરીકે આંબાપાણી અને પદમ ડુંગરી સાઈટ ખાતે યોગ સમારંભનું આયોજન પણ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાની સમિતિમાં પ્રાંત અધિકારીશ્રી વ્યારા, તાલુકા કક્ષાની સમિતિમાં મામલતદાર શ્રી તેમજ નગરપાલિકા કક્ષાની ઉજવણીમાં ચીફ ઓફિસર અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. આમ સમગ્ર જિલ્લામાં ગુજરાતને મેદસ્વિતા મુક્ત અને રોગમુક્ત કરવા માટે તાપી જિલ્લામાં અનેક સ્થળો પર યોગ દિનની ઉજવણીમાં કરવામાં આવનાર છે.

૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *