ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા “પર્યાવરણ જાગૃતિ નગર સંકિર્તન યાત્રા” કાર્યક્રમ યોજી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા “પર્યાવરણ જાગૃતિ નગર સંકિર્તન યાત્રા” કાર્યક્રમ ઇસ્કોન મંદિરનાં સંતો સાથે સોનગઢ નગરમાં સંકિર્તન કરીને “સે નો ટુ પ્લાસ્ટિક” નાં સૂત્રને સાકાર કરવા પ્લાસ્ટિકથી માનવજીવનમાં થતાં નુકશાન અંગે જાગૃતિ લાવી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની મેજવાની કોરિયા દેશ કરી રહ્યું છે ત્યારે વિશ્વ આખામાં પ્લાસ્ટિક ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવા અને ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે સોનગઢ નગરમાં પણ હરે ક્રિષ્ના કેન્દ્ર કુકરમુંડા ઇસ્કોન મંદિરનાં સંતોનું મંડળના સંકિર્તન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિકને નકારી કાપડની થેલીનો ઉપયોગ કરવા પર ભાર આપી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી વૃક્ષરોપણ કરવા,પાણીની બચત કરવા, જળ સંચય કરવા તથા નદીઓની સફાઈ કરી શુદ્ધિકરણ પર ધ્યાન આપવા માટે સંકિર્તન અને પ્લે કાર્ડસ્ દ્વારા લોકોને એક જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો.

ગંગા સમગ્ર તાપી પ્રાંતના વિશ્વ પર્યાવરણ જાગૃતિ અભિયાન ના કાર્યક્રમ માટે પો.સ્ટે. સોનગઢ સરકારી તંત્રએ ખડેપગે સેવા આપી હતી તેમનો, સંતોના ઉતારા માટે સાંઈ શ્રદ્ધા ગેસ્ટ હાઉસ હીરવા પ્લાઝા સોનગઢ એ નિઃશુલ્ક સેવા આપવા બદ્દલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય ફાળવી ગંગા સમગ્ર તાપી પ્રાંતના આમંત્રણને માન આપી સોનગઢ નગરમાં પધારવા બદ્દલ ઇસ્કોન મંદિરના સંતોનાં હરે ક્રિષ્ના કેન્દ્ર કુકરમુંડાનો પણ ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other