વ્યારાની સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજનું ગૌરવ

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર વ્યારા ની તૃતીય વર્ષ બીએચએમએસ ની વિદ્યાર્થીની કુમારી સ્નેહા પાંડીદાર એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા લેવાયેલ માર્ચ 2025 ની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવીને કોલેજને ગૌરવ અપાવ્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ તેણીની મહેનત સમર્પણ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાનો પુરાવો છે. તેણીની આ સિદ્ધિ બદલ એના માતા પિતા અને શિક્ષકો ગર્વ અનુભવે છે. કોલેજ અને સંસ્થા આ નોનપાત્ર સિદ્ધિ બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન આપે છે અને ભવિષ્યમાં તેની સફળતા માટે શુભેચ્છા પાઠવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.