તાપી જીલ્લા પોલીસ દ્વારા નવા કાયદાઓ અંગે ચિત્રો અને ઓડિયો/વિડિયો કન્ટેન્ટ બનાવાની સ્પર્ધાનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકની કચેરી, તાપી—વ્યારા દ્વારા હાલમાં ભારત સરકાર દ્વારા હાલમાં અમલમાં મુકવામાં આવેલ ત્રણ નવા કાયદા (૧) ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ર૦ર૩ તથા (૩) ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ વિષય (Theme) આધારીત ચિત્રો બનાવવા અને ઓડિયો/વિડિયો કોન્ટેન્ટ બનાવવા ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

 સ્પર્ધામાં ઈનામની વિગત નીચે મુજબ છે.

સ્પર્ધાના નિયમો નીચે મુજબ રહેશે.

૧. સદર સ્પર્ધામાં તાપી જીલ્લાના તમામ નાગરીકો ભાગ લઇ શકશે.

૨. સદર સ્પર્ધામાં ઓડિયો કન્ટેન્ટ તથા વિડિયો કન્ટેન્ટ વધુમાં વધુ ૫ (પાંચ) મિનિટ સુધીનું રાખવાનુ રહેશે.

૩. સદર સ્પર્ધામાં ભાગ લેનાર નાગરીકોએ ત્રણ નવા કાયદા (૧) ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ તથા (૩) ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ ની વિષય (Theme) આધારીત બનાવેલ ચિત્ર, ઓડિયો કોન્ટેન્ટ અને વિડિયો કોન્ટેન્ટ અત્રેની કચેરીના ઈ-મેઈલ આઈ.ડી. sdpo-tapi@gujarat.gov.in ઉપર મોકલવાના રહેશે.

૪. ચિત્ર, ઓડિયો કોન્ટેન્ટ અને વિડિયો કોન્ટેન્ટ સાથે સ્પર્ધકે પોતાનુ નામ, ઉંમર, રહેણાંક સરનામુ, મોબાઈલ નંબર તથા આધારકાર્ડ બીનચૂક મોકલી આપવાનો રહેશે.

૫. સદર સ્પર્ધાનુ પરિણામ સોશિયલ મિડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે.

૬. તા.૧૫/૦૬/૨૦૨૫ ના કલાક. ૨૪/૦૦ બાદ આવેલ સ્પર્ધકોના ચિત્ર, ઓડિયો કોન્ટેન્ટ અને વિડિયો કોન્ટેન્ટ માન્ય ગણવામાં આવશે નહિ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *