“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત તાપી જિલ્લામાં હાઇઅલર્ટ મોકડ્રિલ

વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઇડ્રો પ્લાટ ખાતે એર એટેક અને ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઇ
તાપી જિલ્લામાં નાગરિક સુરક્ષા કવાયત અંતર્ગત વિવિધ વિભાગોએ એકસાથે કામગીરીનું મૂલ્યાંકન કર્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧ મે. ભારત સરકારના આદેશ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં નાગરિક સુરક્ષા અંગેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે ‘ઓપરેશન શિલ્ડ’ના ભાગરૂપે વ્યારા નગરના ઝંડા ચોક વિસ્તારમાં અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે ૫ કલાકે વિશિષ્ટ મોકડ્રીલ યોજાઇ હતી.
વ્યારા ઝંડા ચોક ખાતે ડ્રોન એટેકનું દ્રશ્ય ઊભું કરાયું હતું. જ્યાં
પ્રાંત અધિકારી શ્રી સંદિપ ગાયવાડના અધ્યક્ષસ્થાને વ્યારા ઝંડા ચોક વિસ્તારમાં ડ્રોન એટેકની ઘટના સર્જાઈ હતી. હુમલામાં એક મકાન ઉપર હુમલો થતાં અંદર રહેલા ૧૦૦ જેટલા નાગરિકો અશરગ્રસ્ત બન્યા હતા. તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે દોડી જઈ બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.
સોનગઢ મામલતદારના અધ્યક્ષસ્થાને ઉકાઈ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે પ્લાન્ટના એક યુનિટ ઉપર એર સ્ટ્રાઈકની ઘટના સર્જી હતી. આ એર હુમલામાં ૫ લોકો ઘવાયા હતા. જેમાંથી એક વ્યક્તિ ઘટના સ્થળે અવસાન પામ્યો હતો. બે વ્યક્તિ ગંભીર હતા જયારે બે લોકોને સામાન્ય ઇજા થઇ હતી લ. જેમને મેડિકલ ટિમ દ્વારા સારવાર આપી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
આ બંને મોકડ્રિલમાં ૩૦ બોટલ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરી ઇમર્જન્સી પરિસ્થિતિને સામનો કરવા કામગીરી કરાઈ હતી.
મોકડ્રીલ દરમ્યાન વિવિધ સુરક્ષા કાર્યવાહી અમલમાં મુકાઈ
આ મોકડ્રીલમાં એર રેપિડ સાયરન કાર્યરત કરાયું હતું અને એરફોર્સ તથા નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઈન કાર્યરત રાખવામાં આવી હતી. દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલાની શક્યતા સમયે બચાવ અને રાહત કામગીરી માટે યુવા વોલેન્ટિયર્સ તથા તાત્કાલિક સેવા એજન્સીઓએ પણ ભાગીદારી નોંધાવી હતી.
જિલ્લા વહીવટ તંત્ર, પોલીસ, ફાયર, મેડિકલ તેમજ યુવા વોલેન્ટિયર્સનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.
સમગ્ર કવાયત દરમિયાન તાપી જિલ્લાના વહીવટ તંત્ર, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને યુવા વોલેન્ટિયર્સએ સુમેળભરી કામગીરી કરીને ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલને સફળ બનાવી હતી.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.