“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત તાપી જિલ્લામાં ૩૧ મેના રોજ સાંજે ૫ કલાકે વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે મોકડ્રીલ યોજાશે

વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સાંજે રાત્રે ૦૮ થી ૦૮.૧૫ સુધી બ્લેકઆઉટ (અંધારપટ) માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઈટ/ વીજળી બંધ કરવા જિલ્લા તંત્રની અપીલ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦ મે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’નું આયોજન કરાયું છે. જે અન્વયે તા.૩૧ મે ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લામાં વ્યારા મુખ્ય મથક ખાતે આવેલ વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રિલ યોજાશે. જ્યારે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં રાત્રે ૮ થી ૮.૧૫ વાગ્યા સુધી એટલે કે, ૧૫ મિનિટ સુધી “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત બ્લેકઆઉટનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
તમામ નાગરિકો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, વેપારીઓ, તેમજ વિવિધ સંસ્થાઓને ૩૧ મે, ૨૦૨૫ના રોજ રાત્રે ૮ વાગ્યે થી ૧૫ મિનિટ સુધી સ્વૈચ્છિક રીતે લાઈટો બંધ રાખી,બ્લેકઆઉટમાં સહભાગી થવા તાપી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તમામ નાગરિકોને અનુરોધ છે કે, સિવિલ ડિફેન્સની રાષ્ટ્રીય લેવલની સીમાવર્તી સુરક્ષાની વ્યૂહરચનાના પ્રયાસમાં સહભાગી બની, પોતાની નાગરિક ફરજ બજાવે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.