“ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇ મુલતવી રખાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા વિસ્તારમાં ૨૯ મે, ૨૦૨૫ના રોજ રાત્રે ૮ થી ૮.૧૫ વાગ્યા સુધી એટલે કે, ૧૫ મિનિટ સુધી “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત સ્વૈચ્છિક બ્લેકઆઉટ થવા તથા વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રિલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તાપી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તમામ નાગરિકો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, વેપારીઓ, તેમજ વિવિધ સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે કે, ૨૯ મે, ૨૦૨૫ના રોજ રાતે ૮ વાગ્યે થી ૧૫ મિનિટ સુધી સ્વૈચ્છિક રીતે લાઈટો બંધ રાખી, બ્લેકઆઉટમાં સહભાગી થવા અનુરોધ કરાયો હતો. આ સાથે એક્સસાઈઝના ભાગરૂપે સાંજે ૫ કલાકે વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે મોક ડ્રિલ (અભ્યાસ રિહર્સલ)નું આયોજન કરાયું હતું.
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ૨૯ /૦૫/૨૦૨૫ ના રોજ દેશની પશ્ચિમ સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં “ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ યોજવાની સુચના આપેલ હતી., પરંતુ ઉપરોકત “ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ વહીવટી કારણોસર હાલ પુરતી મુલતવી રાખવામા આવેલ છે. નવી તારીખો નવેસર થી જાણ કરવામા આવશે.
નિયામક નાગરીક સંરક્ષણના આદેશ થી “ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇ મુલતવી રખાઈ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.