તાપી જિલ્લામાં આરોગ્ય સેવાઓની સમીક્ષા માટે ગવર્નિંગ બોડી કમિટીની બેઠક યોજાઈ*

જિલ્લાની આરોગ્ય કામગીરી, માતા-બાળ સંભાળ અને રસીકરણ વિષયક યોજનાઓની સમીક્ષા કરાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭ મે. તાપી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત વિવિધ યોજનાઓ અને આરોગ્ય સેવાઓની અસરકારક અમલવારી માટે કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાની પ્રેરક ઉપસ્થિતમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી તાપીની ગવર્નિંગ બોડી કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. ભાર્ગવ દવે દ્વારા એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમ્યાન માતા-બાળ સંભાળ, રસીકરણ, કુટુંબ કલ્યાણ, પ્રધાનમંત્રી માતૃવંદના, નમોશ્રી યોજના, લેપ્રસી, ટી.બી., મલેરિયા સહિતના વિવિધ આરોગ્ય કાર્યક્રમોની કામગીરીનું પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું.
અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટરશ્રીએ જિલ્લાની દરેક સગર્ભા સ્ત્રીની નોંધણી સુનિશ્ચિત કરવાની અને જોખમી માતાઓ માટે તાત્કાલિક ન્યુટ્રિશન કીટ, આયર્ન સારવાર તેમજ કાઉન્સિલિંગ આપવાની સુચના આપી હતી. ઉપરાંત ઓછા વજનવાળા બાળકોમાં સુધારો લાવવા ખાસ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
બેઠક દરમિયાન માતા મરણ અને બાળ મરણ સમીક્ષા બેઠક તથા જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઈઝેશન અંગે પણ ચર્ચા થઈ હતી. એમ. આર. એલિમિનેશન કેમ્પેઇન અંતર્ગત રસીકરણની કામગીરીને વધુ અસરકારક બનાવવા પણ સૂચનાઓ આપવામાં આવી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (ઇન્ચાર્જ), ટી.બી., લેપ્રસી, મલેરિયા અધિકારી, તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.