સાત વર્ષના લગ્ન જીવનને તૂટતા બચાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપીની ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ગામમાં રહેતા મહિલાનો 181 અભયમમાં કોલ આવતાં જણાવેલ કે તેમના પતિ તેમને સાસરીમાં રહેવા ના પાડે છે તથાં છુટાછેડા આપવા માંગે છે, તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચીને કાઉન્સેલીગ કરતાં જાણવા મળેલ કે મહિલાના લગ્નના સાત વર્ષ થયાં છે અને તેઓ તેમનાં સાસુ અને પતિ જોડે રહે છે. લગ્ન કરીને આવતાં જ તેમનાં સાસુ તેમને પારકા પણાનો અહેસાસ કરાવવા લાગ્યા, મહિલાના સાસુને તેઓ જમવાનું બનાવે એ ભાવતું ન હતું તેમની સાથે સરખું બોલતા પણ ન હતા, મહિલા ઘરનું બધું કામ કરે તો પણ તેમનાં સાસુ મહિલાના પતિને કાયમ મહિલાની ફરિયાદ કરતાં અને તેમની વચ્ચે ઝઘડો કરાવતા જેથી મહિલા સાસરીમાં એકલા પડી જતાં. મહિલા તેમના પતિને કઈ પણ ફરિયાદ કરે તો તેમનાં પતિ તેમની જોડે ઝઘડો કરતાં, તેમના પતિ આખો દિવસ નોકરી પર રહે ઘરે મોડા આવતાં એટલે મહિલાને વઘારે સમય પણ ના આપતા હતા ને સાત વર્ષના લગ્ન ગાળામાં તેમને બાળકો ન થતા તેમાં પણ મહિલાનો વાંક કાઢતા મહિલા માનસિક રીતે કંટાળીને તેમની તકલીફ પિયરમાં કહી દેતા મહિલાના પિયર પક્ષના લોકો તેમને તેમના ઘરે લઈ ગયા હતાં. એક વર્ષથી મહિલા તેમના પિયરમાં હતા, મહિલાના માતા પિતા એ પંચ બેસાડવા તથા ભેગા થવા ઘણી વાર મહિલાના પતિને કોલ કરતાં હતાં પણ મહિલાના પતિ તેમના કોલ ઉપાડતાં ના હતાં. તેમની વચ્ચે ઘણી ગેરસમજ ઉભી થઇ ગઈ હતી. હાલ મહિલાને તેમનાં માતા પિતા સાસરીમાં મુકવા આવ્યાં તો તેમને ઘરમાં જવા નહીં દીધાં ને મહિલાના પતિ છુટાછેડાની વાત કરવા લાગ્યા હતા. તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર મહિલાના પતિ હાજર હતાં તો તેમને સમજાવ્યા. સાત વર્ષના લગ્નગાળામાં એકબીજાની જે ભુલ થઇ છે એ ભૂલી જવા જણાવેલ તેમની પત્ની ને સમજવા તથા તેમની કોઈ સમસ્યા હોય તો સાંભળીને તેનું નિવારણ લાવવા જણાવેલ તેમની માતાને પત્ની બંનેનું સાંભળવા જણાવી, મહિલાને સમય આપવા જણાવેલ બંને પક્ષને એકબીજાને સમજીને રહેવા જણાવી તેમની સમસ્યાનું નિવારણ લાવી મહિલાના પતિ સમજી જતાં મહિલા ને તેમના પતિ હાલ ઘરે લઈ જવા માંગતા તથા મહિલા પણ સાસરીમાં જવા માંગતા તેમની વચ્ચે તાપીની મહિલા હેલ્પલાઇન ની ટીમ એ સુખદ સમાધાન કરાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.