વાલોડના રહેવાસી જાહીદખાન પઠાણ ગુમ થયેલ છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): , તા.૧૬. વાલોડના રહેવાસી જાહીદખાન ઝમાનખાન પઠાણ, ઉ.વ. ૪૫, રહેવાસી વાલોડ ,જિ:તાપીના છે. તેઓ તા.03 મે-૨૦૨૫ના રોજ ભુજ જવા નીકળેલ હતા, તેઓને કામકાજ અર્થે કુવૈત જવાનું હોવાથી ભુજ મેડીકલ ચેક અપ માટે રવાના થયા હતા પરતું તેમનો ફોન બંધ થયેલ હોય અને ત્યાર બાદ કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. તેમનો પાસપોર્ટ, આધાર કાર્ડ, પાકીટ તમામ દસ્તાવેજો વાળી કાળા કલરની સ્કુલ બેગમાં તેમની સાથે છે. કાળા કલરનું શર્ટ અને બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે. તેમની ઊંચાઈ ૬ ફુટ ૨ ઇંચ છે, રંગે ઘઉંવર્ણના છે તેમજ ગરદનમાં જમણા ભાગે કાળા તલનું નિશાન છે. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. ગુમ થયેલ વિશે કોઈને જાણ થાય તો વાલોડ પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમનો ફોન નંબર ૦૨૬૨૬૨૨૧૫૦૦ અથવા વાલોડ પોલીસ કન્ટ્રોલ ૦૨૬૨૫૨૨૦૦૪૮ અથવા પર સંપર્ક કરવા વિનંતી છે.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.