ડોલવણ તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેતા જીલ્લા કલેક્ટર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગે આજે ડોલવણ અને ડોલવણ તાલુકાના અલગ અલગ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ પાટી ગામની આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી હતી. ત્યારબાદ ડોલવણ સી.એચ.સી.ની મુલાકાત લીધી હતી તેમજ ગડત સી.એચ.સીની મુલાકાત લઈ કેસ પેપર તેમજ ફાઈલો તપસ્યા હતા અને સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. કલેકટરશ્રીની મુલાકાત વેળા તેમની સાથે ડોલવણ મામલતદાર શ્રી શૈલેશ ખંડોર, સુપ્રીટેનડન્ટ શ્રી તેજસ પટેલ તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા. કલેકટરશ્રી ડો. ગર્ગે આરોગ્ય માટે જણાવ્યું હતું કે જયારે દર્દીની નોંધણી કરવામાં આવે ત્યારે જ તેમને પૂછવામાં આવે કે એમની પાસે આયુષ્યમાન કાર્ડ છે કે કેમ તેના આધારે તેમની સ્થળ પર આયુષ્યમાન કાર્ડ માટેની પ્રક્રિયા પણ કરી શકાય. તેમજ ડોલવણ સી.એચ.સી માં એમ્બ્યુલન્સનો મહત્તમ ઉપયોગ કરવા સુચન કર્યું હતું.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.