ઉકાઈ પ્રદેશ સુગર ફેક્ટરીના ચેરમેન તથા ડિરેકટરો સાથે નાણા, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ તથા સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બેઠક મળી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫. નાણા, ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના વડપણ હેઠળ ઉકાઈ પ્રદેશ સુગર તથા મહુવા, ગણદેવી, વલસાડ જેવી દક્ષિણ ગુજરાત પ્રદેશ સુગર ફેકટરીઓના ચેરમેન તથા ડિરેકટરો સાથે સુગરની કામગીરી અંગે સમીક્ષા બેઠક મળી હતી.
બેઠકમાં સુગર ફેક્ટરીઓને લગતા પ્રશ્નો, પ્રગતિ અંગેની ચર્ચા કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે, ખેડૂતોની ખેતી સારી થાય, ખેડૂતો વધારે સારો શેરડીનો પાક લઈ શકે અને સુગર ફેકટરીઓની બાય–પ્રોડકટને વેગ મળે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આઝાદીના ૭૫ વર્ષ પછી પ્રથમવાર સહકારિતા વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. ગામડાઓ મજબુત થાય, કો-ઓપરેટિવ સેક્ટરનું માળખુ મજબૂત બને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.
બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, મહુવા સુગરના ચેરમેન માનસિંહ પટેલ, સુગર ફેકટરીના ચેરમેનો, ડિરેક્ટરો કાર્યકર્તાઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other