આઈ.આઈ.પી.એચ.જી. અને આઈસીડીએસ તાપી, સુરત ઝોનના સંયુક્ત ઉપક્રમે LEAD વર્કશોપ: મુખ્ય સેવિકા અને સીડીપીઓની ક્ષમતા નિર્માણ તરફ દૃઢ પગલા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫. તાપી જિલ્લાના વ્યારા ખાતે તારીખ ૧૪ અને ૧૫ મે ૨૦૨૫ ના રોજ એક પરિવર્તનકારી ક્ષમતા નિર્માણ માટે “ લર્ન, એક્સપ્લેન એન્ડ ડેવલપ”( LEAD)વર્કશોપ યોજાયો. જેનો ઉદ્દેશ આઈ. સી. ડી. એસ મુખ્ય સેવિકા (MS) અને બાળ વિકાસ યોજના અધિકારીઓ (CDPOs) ની સોફ્ટ સ્કિલ (soft skills) માં ક્ષમતા નિર્માણ કરવાનો છે. આ પહેલનો પ્રારંભ તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગ ના હસ્તે થયો હતો, આ વર્કશોપ ગ્રામ્ય સ્તરે ક્ષમતા નિર્માણને સમર્થન આપશે.
આ એક વ્યૂહાત્મક પહેલનું આયોજન ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર (IIPHG) ના સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ન્યુટ્રિશન- નયારા એનર્જી લિમિટેડની કોર્પોરેટ સોશિયલ રિસ્પોનસિબિલિટી (CSR) ની પહેલ “પ્રોજેક્ટ તુષ્ટિ” હેઠળ, અને તાપી જિલ્લાના ICDS વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું.વર્કશોપના પ્રથમ દિવસે 42 આઈ.સી.ડી.એસ. અધિકારીઓએ સક્રિય ભાગ લીધો, જે તાલીમના શરુઆતથી જ ઉત્તમ પ્રતિસાદનું પ્રતિબિંબ બન્યા હતા.વર્કશોપમાં મુખ્યત્વે કોમ્યુનિકેશન તેમજ કાઉન્સેલિંગ કૌશલ્ય, સમાજમાં વર્તન-પરિવર્તન માટે સંવાદ (SBCC), જીવન કૌશલ્યો અને સહાયક દેખરેખ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.વર્કશોપમાં જૂથ ચર્ચા, ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ અને વાસ્તવિક જીવન પર આધારિત સિમ્યુલેશન જેવી સહભાગી પદ્ધતિઓનો ઉપયોગ કરીને વર્કશૉપને વધારે અસરકારક બનાવવામાં આવ્યો હતો.આ પહેલ પાયાના સ્તરે કામ કરતા આગેવાનોમાં સામાજિક પરિવર્તન લાવી ને આઈ. સી. ડી.એસના લાભાર્થીઓના પોષણ સ્તરમાં સુધારો લાવી શકે તે માટે આવશ્યક કૌશલ્યો પ્રદાન કરવા પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાને રજૂ કરશે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.