તાપી જિલ્લાના તમામ બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને કુલ ૮૮ ઘટકો માટે સહાય મેળવવા પોર્ટલ ઓપન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૧૩. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે I-khedut 2.0 (www.ikhedut.gujarat.gov.in) પર પ્રથમ તબક્કા બાદ હવે તા.૦૮/૦૫/૨૦૨૫ થી વધુ ૨૧ ઘટકો અને તા. ૧૨/૦૫/૨૦૨૫ થી વધુ ૨૦ ઘટકો સહિત કૂલ ૮૮ જેટલા ઘટકોમાં બાગાયતી પાકોની યોજનાઓમાં સહાય મેળવવા માટે તાપી જિલ્લાના ખેડૂતોએ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી અરજી કરવા માટે ખુલ્લી મૂકવામાં આવે છે.
મુખ્ય ઘટકો જેવા કે ફળ પાક વાવેતર આંબા, ટિશ્યુ કેળ, ટિશ્યુ ખારેક, કમલમ, પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ, દાડમ વગેરે. ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવેતર, હાઇબ્રિડ બિયારણ, સરગવાની ખેતી,પાણીના ટાંકા, કૃષિ યાંત્રિકીકરણ ને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, બાગાયતી પાકોના પ્રોસેનિંગ યુનિટ, પેકિંગ મટીરિયલ, ક્રોપ કવર/ બંચ કવર/ ગ્રો કવર, જૂના બગીચાનું નવીનીકરણ, કાચા/ અર્ધપાકા/ પાકા મંડપ, સ્વ રોજગારલક્ષી નર્સરી, મધમાખી ઉછેર, મહિલા વૃતિકા તાલીમ, જેવા ઘટકોમાં અરજી કરી શકાશે. નવી યોજનામાં ટ્રેક્ટર (૨૦ PTO સુધીનાની) ખરીદી પર સબસિડી મળવા પાત્ર છે, અને તેની સાથે કલ્ટીવેટર (મીની) અથવા રોટાવેટર (મીની) કોઈ એક સહાય મળવા પાત્ર છે. જો જૂના ટ્રેક્ટર (૨૦ PTO સુધીના) હોઈ તો તેમાં ટ્રેલર (મીની) અથવા પાણીનું ટેન્કર (મીની) મળવા પાત્ર છે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધણિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં. ૧૨. બીજો માળ, પાનવાડી, વ્યારા, જિ.તાપી-૩૯૪૬૫૦ ખાતે જમા કરાવવાના રહશે. વધુ માહિતી માટે કચેરી ખાતે રૂબરૂ અથવા ઇ-મેલ ddhtapi@gmail.com અથવા ફોન નં. ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવો.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.