દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ DGVCL ડિવિઝન કચેરી વ્યારા દ્વારા જ્ઞાન સાથે ગમ્મત આપતું શેરી નાટક યોજાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ DGVCL ડિવિઝન કચેરી વ્યારા દ્વારા સૂર્યઘર- મફત વિજળી અનુસંધાન તાપી જિલ્લાના ૧૯ જેટલા જૂથ પંચાયત નાં સિલેકટેડ ગામો માં “મોડલ સોલાર ગામ” સ્પર્ધા સંદર્ભ રૂફટોપ સોલર પેનલ સિસ્ટમ થી ગ્રામ્યકક્ષા એ લાભાર્થી નાગરિકો ને કેટલો ફાયદો થાય અને કઈ રીતે વિજળી મફત મળી શકે, તેમજ વિજળી ગ્રીટ ને કઈ રીતે વેચાણ કરશે?તેવી જ્ઞાન સાથે ગમ્મત આપતું શેરી નાટક સ્થાનિક ભાષા મા અમદાવાદ નાં રાજુ જોષી નાં ૬ કલાકારો એ ભજવી ને તમામ સૂર્ય ઘર વિજળી યોજના ની માહિતી ગમ્મત સાથે નાટક મા ભજવી ને ગ્રામ્પકક્ષા નાં ગ્રામજનો ને માહિતી પૂરી પાડી. આ નાટ્ય કાર્યક્રમ માં સરપંચ, તલાટીશ્રી, દક્ષિણ ગુજરાત વિજ કંપની અને અન્ય ગ્રામજનો, કર્મચારી ગણ હાજર રહયા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.