જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ કોલેજ માટે સંસ્થાગત કે ખાનગી કોલેજોએ જોડવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવીl

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ શરૂ કરવામાં આવનાર છે, જે અંતર્ગત પ્રથમ તબક્કમાં પાંચ ઝોનમાં જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ શરૂ કરવામાં આવનાર છે. જે અન્વયે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ આ અંતર્ગત તા.૧૫/૦૫/૨૦૨૫ થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેની ઓનલાઈન અરજી વેબસાઈટ પર કરી શકાશે. ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ની પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિયત ધારા-ધોરણો અનુસાર કરવામાં આવશે. રાજયની હયાત યુનિવર્સિટી/યુનિવર્સિટીની માન્યતા ધરાવતી કોલેજની જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ તરીકે વિચારણા કરી શકાશે. સાથે સંલગ્ન યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી સંલગ્ન અનુદાનિત, બિન અનુદાનિત કે સ્વ-નિર્ભર કોલેજનો પણ સમાવેશ કરી શકાશે. રમતના મેદાનો માટે ઓછામાં ઓછી પ એકર જમીનની ઉપલબ્ધિ, જેમાં યુનિવર્સિટી/ કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો સમાવેશ હોવો જોઈએ. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટછાટ આપી શકાશે તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે. ઓછામાં ઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા, પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે. વધુ માહિતી માટે જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેનો ઠરાવ ની વેબસાઈટ પરથી મેળવી શકાશે, તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, તાપીની યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *