સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલનાં ધર્મપત્નીનું દુઃખદ અવસાન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ એવાં કિરીટભાઈ પટેલનાં ધર્મપત્ની શિલ્પાબેન પટેલનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. ખૂબજ સરળ, સૌમ્ય તથા મળતાવડા સ્વભાવનાં મૃદુભાષી એવાં શિલ્પાબેનનાં દુઃખદ અવસાનનાં પગલે સ્યાદલા ગામ સહિત શિક્ષણ આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
આ દુઃખદ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક ણણસંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત જિલ્લા અને તાલુકા ઘટક સંઘનાં હોદેદારોએ શોક વ્યક્ત કરી સદગતની આત્માની ચીર શાંતિ અર્થે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.