૨૯મી મે ના રોજ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાશે યોગની મહા શિબિર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલ રાજપુતજીના નેતૃત્વ હેઠળ મેદસ્વિતા મુક્ત ગુજરાત અને IDY Protocol ની મહાશિબિર યોજાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત તારીખ:29/05/25 ના રોજ સવારે 5:30 થી 7:30 સુધી વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોગ અને પ્રાણાયામ તેમજ આહાર અને દિનચર્યા દ્વારા મોટાપાને દૂર કરવા માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં મોટાપાથી મુક્ત થવા દેશવાસીઓને કરેલા આહવાન યોગ બોર્ડ દ્વારા ઝીલી લેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલ રાજપુતજી દ્વારા અખંડ પ્રચંડ પુરુષાર્થથી દસ લાખ લોકોને મોટાપાથી મુક્ત થવા માટે નો સંકલ્પ લીધેલ છે.
આધુનિક લાઈફ સ્ટાઈલ ના લીધે મોટાપો એ એક ગંભીર સમસ્યા બની ગઈ છે, જે રોગોની જનની છે. મોટાપા એ ઘૂંટણ દર્દ, ડાયાબિટીસ, થાઇરોઈડ, હૃદય રોગ, તનાવ, ચિંતા, ડિપ્રેશન જેવી અનેક બીમારીઓનું કારણ બને છે. અને એને દૂર કરવા માટે યોગ એ એક સરળ અને અસરકારક રસ્તો છે. તો ચાલો યોગને અપનાવીએ fat to fit બની સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ અને મોટાપાને હરાવીએ. વ્યારા ની સ્વાસ્થ્ય પ્રેમી જનતાને આ મહા શિબિરમાં ભાગ લેવા માટે નમ્ર વિનંતી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.