કોસાડીની મૌલાના હુસેન અહમદ મદની હાઇસ્કૂલ એચ.એસ.સી.નું ૮૨.૨૫ ટકા પરિણામ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : માંગરોલ તાલુકાનાં કોસાડી ખાતે આવેલ જામિયાહ ઇસ્લામીઆહ ઈશાઅતુલ ઉલુમ અક્કલકુવા સંચાલિત કોસાડીની મૌલાના હુસેન અહમદ મદની હાઇસ્કૂલનું એચ.એસ.સી.નું પરિણામ ૮૨.૨૫ ટકા આવેલ છે. શાળામાં પ્રથમ ક્રમે આવનાર પાંચભાયા મસીહા અહમદસઈદ ૯૨.૧૬ ટકા, દ્રિતીય ક્રમે ભુલા શાહીના સોયબ ૯૧.૧૬ ટકા અને તૃતિય ક્રમે માંજરા આમેના ઇલ્યાસ ૯૧ ટકા પ્રાપ્ત કરેલ છે. સંસ્થાનાં પ્રમુખ મોલાના હુઝેફા વસ્તાનવી તથા મોલાના ઉવેશ, શાળાનાં ટ્રસ્ટી હાફીઝ સાદ જાડા તથા શાળાનાં આચાર્ય તારીકભાઇ શેખ તરફથી તમામ શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીમિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સાથે ભવિષ્યમાં તેઓ ખૂબ સફળતા મેળવે એવી આશા વ્યક્ત કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.