રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉકાઇ ડેમ અને થર્મલ પાવર સ્ટેશનની મુલાકાતે

સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ
–
આકાશમાં કોઈ પણ પ્રકારે ઉડતી વસ્તુ દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાઓની પરિસ્થિતિ પર સતત નજર રાખવા સરકાર દ્વારા સુરક્ષા દૃષ્ટિએ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં તેમાં તાપી જિલ્લાનો પણ સમાવેશ થાય છે.જેને ધ્યાને લઇ તાપી જિલાના પ્રભારી અને રાજ્યના વન અને પર્યાવરણ,ક્લાઇમેટ ચેન્જ,જળ સંપતિ અને પાણી પુરવઠાના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આજે તાપી જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળો ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તથા ઉકાઈ ડેમની સુરક્ષા બાબતે સમીક્ષા મુલાકાત લીધી હતી.
આ તકે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે રીતે તાજેતરમાં દુશ્મન દેશે હુમલો કરી દેશની સ્થિતી બગાડી છે જેનો જવાબ આપણા ત્રણેય સેનાના જવાનો જવાબ અપી રહ્યા છે. આપણા તાપી જિલ્લામાં પણ ઉકાઇ ડેમ,થર્મલ પાવર સ્ટેશન આવ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં ઉકાઈ ડેમ ઉપર અજાણી વ્યક્તિ દેખાવી અથવા ફરવું ના જોઈએ,આકાશમાં કોઈ પણ પ્રકારે ઉડતી વસ્તુ દેખાય તો તાત્કાલિક જાણ તંત્રને જાણ કરવા અપિલ કરવમાં આવી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તાપી જિલ્લાવાસીઓ કોઈપણ અફવાઓમાં આવી ન જાય અથવા ગભરાઈ નહીં,જે રીતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દુશ્મન દેશને જવાબ આપી રહ્યા છે.ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે સૌ સંયમ રાખીએ, તંત્ર પોતાની કામગીરી કરી રહ્યું છે. તેમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે તે અનુસરવા લોકોને અપીલ કરી હતી.
આ મુલાકાત દરમિયાન તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચીન ગુપ્તા, પ્રાયોજના વહિવટદારશ્રી જયંત ઠાકર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના હોદ્દેદારશ્રી સુરજ ભાઈ વસાવા, ઉકાઇ ડેમ મેનેજમેન્ટ તથા થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓ અન્ય ટીમ તથા સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.