મોટામિયા માંગરોળની KIM ટ્રસ્ટ સંચાલિત એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું 76.36 ટકા પરિણામ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એચ.એસ.સી. (ધોરણ 12) નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં KIM ટ્રસ્ટ સંચાલિત મોટામિયા માંગરોળની એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું પરિણામ 76.36 ટકા આવેલ છે. બોર્ડની પરીક્ષામાં 55 વિદ્યાર્થીઓ પૈકી 42 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતાં. બોર્ડનું પરિણામ 93.07 ટકા અને કેન્દ્રનું પરિણામ 81.97 ટકા આવેલ છે. રાવત આદિલ ઇલ્યાસ 700 માંથી 613 ગુણ મેળવી 87.57 ટકા સાથે શાળામાં પ્રથમ આવેલ છે તથા વસાવા રિતેશભાઈ શૈલેષભાઈએ 700 માંથી 537 ગુણ મેળવી 76.71 ટકા સાથે શાળામાં દ્વિતીય ક્રમ મેળવેલ છે જ્યારે વસાવા વિરલભાઈ સકાભાઇએ 700 માંથી 526 ગુણ મેળવી 75.14 ગુણ સાથે શાળામાં તૃતિય ક્રમ મેળવેલ છે. ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે શાળાનાં શિક્ષક મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.