પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશ માળી પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વૃક્ષો બચાવી પૃથ્વીને પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણને સુંદર બનાવવાનાં અભિગમ સાથે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ગાંધીનગર તથા પર્યાવરણ સંરક્ષણ પ્રકલ્પ સંયોજકનાં ઉપક્રમે ગાંધીનગરનાં ટાઉનહોલ ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા સમગ્ર દાહોદ જિલ્લામાંથી અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સુરેશભાઈ માળી દ્વારા સમસ્ત માનવજીવનને એવો સંદેશ આપવામાં આવ્યો કે આપણે સૌ પ્રકૃતિપ્રેમી બનીને પર્યાવરણનું જતન અને તેનાં સંરક્ષણની જવાબદારી અદા કરીએ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
