ડીજીવીસીએલ વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી તાપી જિલ્લાના ૧૦૨ થી વધુ ગામોમાં વીજ સેવા ફરી કાર્યરત કરી

Contact News Publisher

વાતાવણમા અચાનક ફેરફાર થતાં તાપી જિલ્લાના વિવિધ ગામોમાં વીજ વિક્ષેપ :- ૭૪ ટીમોની ત્વરિત કામગીરીથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો

વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગિરીમાં 10 જેટલી લાઈન કોન્ટ્રાક્ટર ટીમો પણ કામગીરીમાં જોડાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૬. તાપી જીલ્લામાં ગત તા.૦૫.૦૫.૨૦૨પ ના રોજ સાંજના સમયે તેમજ રાત્રિ દરમ્યાન વાતાવરણમાં આવેલ અચાનક ફેરફારથી વરસાદ તેમજ ભારે પવનના કારણે વૃક્ષો પડી જવાથી વીજ થાંભલા અને વીજ વાયરને નુક્શાન થયેલ હતું.ભારે પવનના કારણે તા. ૬.૦૫.૨૦૨પ ના રોજ વહેલી સવારના ૩ કલાકની આસપાસ ડી.જી.વી.સી.એલના આશરે ૩૩ ફિડરો ઉપર વીજ-વિક્ષેપ થયેલ હતો, ૬૭ જેટલા લોકેશન પર ભારે દબાણની વીજ લાઇન પર વૃક્ષી નમી પડવાથી તેમજ ૭ જેટલા લોકેશનો પર એચટી /એલટી લાઇનના થાંભલા પડવાથી તાપી જિલ્લાના ૭ તાલુકાના અંદાજીત ૧૦૨ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો. આ ગામોમાં રાત્રીના સમયે તેમજ વહેલી સવારના ૩.૦૦ વાગ્યેની આસપાસ ૧૦ જેટલા સબડીવીઝન કચેરીની રર જેટલી ટીમો નિયુક્ત કરી વીજ પાવર રિસ્ટોરેશનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. તેમજ વહેલી સવારે વધારાની પર જેટલી ટીમો મળી કુલ ૭૪ જેટલી ટીમો કાર્યરત કરી તેમજ ૧૦ જેટલી લાઈન કોન્ટ્રાક્ટરોની ટીમોની પણ મદદ લઈ યુદ્ધના ધોરણે તાત્કાલિક કામગીરી શરૂ કરી બપોરના ૨ કલાકની આસપાસ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.

તેમજ કાર્યરત થયેલ સેન્ટ્રલાઇઝ ફરિયાદ નિવારણ અંતર્ગતની ફોલ્ટ રેકટિફિકેશન ટીમોના માણસો પણ કામગીરીમાં જોડાતા રિસ્ટોરેશન કામગીરી વેગવંતી બનવા પામેલ હતી. તદુપરાંત વ્યારા શહેરી વિસ્તારમાં વીજ. માળખા સુધારણા યોજના હેઠળ કુલ ૧૦૪ કિમી કોટેડ કંડકટર નાખવામાં આવેલ છે. જેના લીધે વ્યારા શહેરી વિસ્તારમાં વીજ વિક્ષેપનું પ્રમાણ નહિવત થવા પામેલ છે.

નોધનિય છે કે,વ્યાપક પ્રમાણમાં વીજ ફરિયાદો હોવાને કારણે ડીજીવીસીએલ ની પેટા વિભાગીય કચેટીના ફરિયાદ કેન્દ્રના કોન્ટેકટ નંબર સતત વ્યસ્ત આવતા હોય, ગ્રાહકોને સેન્ટ્રલાઈઝડ કસ્ટમર કેર કે જેના કોન્ટેક્ટ નંબર ૧૯૧૨૩ તેમજ ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩ છે તેના ઉપર સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવે છે. જે નંબર ઉપર ૧૦ લાઈન કાર્યરત હોય, વીજ પુરવઠા અંગેની માહિતી તુરંત ઉપલબ્ધ થઇ જશે. જો ગ્રાહક દ્વારા તેઓના ડીજીવીસીએલ સાથેના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપરથી સંપર્ક કરવામાં આવશે તો ઓપરેટરને ગ્રાહકની તમામ વિગતો જેમ કે ફીડર તેમજ વિસ્તાર સહિતની માહિતી ઓપરેટરના કમ્પ્યુટર સ્કીન ઉપર આવી જશે. ગ્રાહકને તુરંત તે વિસ્તારની વીજ પુરવઠો ખોરવાયેલની માહિતી પૂરી પાડવામાં આવે છે. જેથી ડીજીવીસીએલ ના તમામ માનવતા ગ્રાહકોને ઉપરોક્ત ટોલ ફ્રી નંબર ૧૯૧૨૩ તેમજ ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩ ની સંપર્ક કરવામાં વિનંતી કરવામાં આવે છે.
000000000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *