રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં તાપી જિલ્લાનું ગૌરવ

ખેલ મહાકુંભ ૩.૦ રાજ્ય કક્ષાએ ખો ખો રમતમાં તાપીની બહેનોનો ડંકો
–
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અં-૧૪, અં-૧૭, ઓપન એજ ગૃપ એમ ત્રણેય વયજૂથમાં તાપીની બહેનોની ટીમ ચેમ્પિયન
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૩.૦ નું આયોજન કરેલ હતું. જેમાં ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ખો ખો બહેનોની રાજ્યકક્ષાની અં-૧૪, અં-૧૭, ઓપન એજ ગૃપ એમ તમામ વયજુથની સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારી તાપી દ્વારા વ્યારા ખાતે તા.૨૨/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી યોજાયેલ હતી.આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓ માંથી પસંદગી પામેલી ૦૮ ટીમોમાં કુલ ૨૯૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા અં-૧૪, અં-૧૭ અને ઓપન એજ ગૃપ એમ ત્રણેય વયજૂથમાં યોજાઈ હતી.
આ તમામ વયજુથમાં શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ, વ્યારા સંચાલિત વિવિધ શાળાઓ તેમજ કોલેજમાં અભ્યાસ કરી ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ, તાપીમાં તાલીમ મેળવી રહેલ ખો ખો ની બહેનોની ટીમો ચેમ્પિયન થઇ રાજ્ય કક્ષાએ ખો ખો રમત મા પોતાનો ડંકો વગાડી તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ ભવ્ય વિજય સાથે તાપી જિલ્લાના કોચ, શાળાઓના સતત મહેનત અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ જોવા મળ્યું છે.
રાજ્ય કક્ષાની આ સફળતા બદલ શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ પરિવાર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકાર, તાપી દ્વારા તમામ વિજેતા ખેલાડી બેહેનોને તેમજ તેઓના કોચને શુભેચ્છાઓ પાઠવી હતી.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.