રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં વિનય મંદિર ગ્રામભારતી શાળાના ત્રણ વિદ્યાર્થીઓની ખો-ખો રમતમાં સમર કેમ્પ માટે પસંદગી થઈ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૨૬/૨૭ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, લીંમડી સુરેન્દ્રનગર ખાતે રાજ્ય કક્ષાની ખો -ખોની રમતમાં વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામ ભારતી કહેર- કલમકુઈના અંડર ૧૪માં સાત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ (૧).ચૌધરી શિવમ સત્યનારાયણ (૨). ચૌધરી દીપ રોહિતભાઈ (૩). ગામીત જયકુમાર મુકેશભાઈ આ ત્રણ ભાઈઓની તેમની સારી સ્કીલ ને કારણે નેશનલ સમર કેમ્પમાં પસંદગી થઇ છે. આ વિદ્યાર્થીઓએ તાપી જિલ્લાનું તેમજ શાળાનું નામ રોશન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.જે બદલ વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડના પ્રમુખશ્રી તરલાબેન શાહ,મંત્રીશ્રી મનિષભાઈ મિસ્ત્રી,શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ માહ્યાવંશીએ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રી પ્રવિણભાઈ ચૌધરીને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.