મહિલા પર ઘરેલું હિંસા થતા ૧૮૧ હેલ્પલાઇન મદદે આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. સોનગઢના એક પરણીતાને આખો દિવસ પતિ દ્વારા મારઝૂડ કરતા અને રાત્રીના સમયે ઘરમાંથી કાઢી મુકતા કોઈ સજ્જન વ્યક્તિએ ૧૮૧ની ટીમ ફોન કરી જાણ કરેલ. કોલ આવતા તાપી 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ પીડિતાને મળી કાઉન્સેલિંગ કરી હકીકતલક્ષી તપાસ કરી હતી. મહિલાએ જણાવેલ કે તેઓના પતિ કાયમ નાની નાની બાબતે ઝગડા કરે છે થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરે છે તેમને બે દીકરીઓ છે કાયમ કોઈને કોઈ બાબતે ઝગડા કરે છે જમવાનું બરાબર નથી બનાવતા, સાફ સફાઈ નથી કરી એમ નાની નાની બાબતે ઝગડા કરે છે હાલ સસરા બીમાર હોવાથી સારવાર માટે પીડિતાએ બોલાવ્યા હોવાથી તેમને અહીં કેમ બોલાવ્યા ઘરે મૂકી આવ વગરે બાબતે ધણા દિવસથી ઝગડા કરે છે. આગળના રોજ રાત્રે મહિલાને મારીને ઘરમાંથી કાઢી મુકતા આખી રાત અગાશી પર વિતાવી સવારે ઘરે ગયા તો ફરી ઝગડા કરી મારઝૂડ કરતા પીડિતા સવારથી ઘરમાંથી નીકળી ગયા હતા અને રેલ્વે સ્ટેશન પર આખો દિવસ બેસી રહ્યા હતા. મોડી રાત થઈ ગઈ હોવાથી મંદિર પાસે આવીને બેઠા જેથી મદદ માટે એક ભાઈ એ કોલ કર્યો એમ જણાવેલ. ૧૮૧ ની ટીમે પીડિતા ને તેમના ઘરે જઈ પતિને સમજાવવા તેમજ પોલીસ કાર્યવાહી વિશે જણાવ્યું તો હાલ ઘરે જવા માંગતા ન હતા જેથી પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી જેથી પીડિતા સખી વન સ્ટોપ સેન્ટરમાં રહી આગળ કાર્યવાહી કરવા માંગતા હોવાથી વ્યારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવેલ અને આગળ કાર્યવાહી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કરવામાં આવી રહી છે.
૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.