શાહ નવાપરા પ્રાથમિક શાળાનાં શિક્ષક લલ્લુભાઈ ચૌધરીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, કરંજપારડી) : તા.૨૬. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત માંગરોળ તાલુકાની શાહ નવાપરા પ્રાથમિક શાળાનાં શિક્ષક લલ્લુભાઈ જનાભાઇ ચૌધરી વય નિવૃત્ત થતાં તેમનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ શાળા પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગતગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામનાં સરપંચ ઇન્દુબેન વસાવા, ડેપ્યુટી સરપંચ એડવોકેટ સતિષભાઈ વસાવા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ઈમરાનખાન પઠાણ, સલાહકાર સમિતિનાં કન્વીનર અનિલભાઈ ચૌધરી, ઉપપ્રમુખ રતનસિંહ વસાવા, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, મહામંત્રી અજીતસિંહ પુનાડા, બીટ નિરીક્ષક પિયુષભાઈ ગામીત, મોહનસિંહ ખેર, મનહરભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ ચૌધરી, બચુભાઈ ચૌધરી, કેન્દ્ર શિક્ષકો, મુખ્ય શિક્ષકો તેમજ તેઓનાં કુટુંબીજનો સહિત વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે લલ્લુભાઈ ચૌધરીને શાલ ઓઢાડી મોમેન્ટો તથા સન્માનપત્ર અર્પણ કરી મવાજવામાં આવ્યા હતાં. તેમને ગ્રામજનો તથા શિક્ષકગણ દ્વારા પણ સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં વક્તવ્યમાં લલ્લુભાઈ ચૌધરીનો શાળા અને શાળાનાં બાળકો પ્રત્યેનાં લગાવની સરાહના કરી તેમનાં આનંદમય નિવૃત્તિકાળ માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બીટ નિરીક્ષક પિયુષભાઈ ગામીત તેમજ શાળાનાં શિક્ષકોએ પ્રસંગને અનુરૂપ વાતો રજૂ કરી હતી. અંતમાં લલ્લુભાઈએ પોતાનાં પ્રતિભાવમાં પોતાનાં સન્માન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેર દ્વારા કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટ : વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.