પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં આયોજન મંડળની બેઠક યોજાઈ

તાપી જિલ્લામાં વિકાસકાર્યોમાં ગતિ લાવવાના સુચનો કરતા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
–
તાપી જિલ્લાના ૦૭ તાલુકાના અને ૨ નગરપાલિકા સહિત જિલ્લાકક્ષાના આયોજન હેઠળના કુલ ૪૨૩ પ્રજાલક્ષી કામો માટે કુલ રૂ. ૧૦૫૦ લાખની જોગવાઇ સામે કુલ ૧૧૩૩.૧૩ લાખના કામો મજુંર કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫ તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ સહિત જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં જીલ્લા આયોજન મંડળ વર્ષ-૨૦૨૫-૨૬ની બેઠક યોજાઈ હતી.
જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ માં તાપી જિલ્લાના ૦૭ તાલુકાના અને ૨ નગરપાલિકા સહિત જિલ્લાકક્ષાના આયોજન હેઠળના કુલ ૪૨૩ પ્રજાલક્ષી કામો માટે કુલ રૂ. ૧૦૫૦ લાખની જોગવાઇ સામે કુલ ૧૧૩૩.૧૩ લાખના કામો મજુંર કરાયા હતા.
વર્ષ ૨૦૨૫-૨૬ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન સંબધે નિઝર તાલુકામા કુલ ૨૪ કામો માટે ૧૦૦ લાખની જોગવાઇ,કુકંરમુડા તાલુકાના કુલ ૬૦ કામો માટે ૧૨૫ લાખ, સોનગઢ તાલુકાના કુલ ૭૦ કામો માટે ૧૫૦ લાખ,ઉચ્છલ તાલુકાના ૫૫ કામો માટે કુલ ૧૨૫ લાખ,વાલોડ તાલુકાના કુલ ૩૮ કામોના ૧૦૦ લાખ,વ્યારા તાલુકાના ૬૪ કામો માટે કુલ ૧૨૫ લાખ,ડોલવણ તાલુકાના ૬૦ કામો માટે કુલ ૧૨૮ લાખ,તેમજ વ્યારા નગરપાલિકાના કુલ.૨૬.૬૩ લાખના કામો તથા સોનગઢ નગરપાલિકાના કુલ ૨૫.૫૦ લાખના લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડામર રસ્તા,પેવર બ્લોક રસ્તા, સીસી રોડ, પ્રાથમિક શિક્ષણ, પાણી સુવિધા,ગ્રામ્ય વીજળીકરણ,ગંદા-વસવાટોની વાતાવરણલક્ષી સુધારણા અને સ્થાનિક વિકાસના કામોનો સમાવેશ કરાયો છે. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ ૧૫૦ લાખની જોગવાઇ સામે ૨૩૧ લાખના વિવિધ કામોની જોગવાઇ કરાઇ છે.
આ સાથે મંત્રીશ્રીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજનના કાર્યક્રમ,એટીવીટી,અને સાંસદ સભ્યોના ફંડ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૪-૨૫ વર્ષના વિવિધ યોજનાકિય કામોમાં-પુર્ણ થયેલ કામો અને પ્રગતિના કામો,બાકી કામોની તારીજ મેળવી તમામ અધિકારીઓને બાકી કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
બેઠક દરમિયાન મંત્રીશ્રીએ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જરૂરી યોજનાઓ અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે તાપી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સમાન વિકાસ પર ભાર મૂક્યો હતો તથા વિવિધ વિભાગોને આયોજન મુજબ કામગીરીમાં ગતિ લાવવા માટે સૂચના આપી હતી.
બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી, ખેતી, માર્ગ વ્યવસ્થા, આવાસ જેવી વિવિધ સેવાઓ માટેના પ્રસ્તાવો પર ચર્ચા કરી કાર્યવાહી માટે મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી સક્રિય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવું.
આ બેઠકમાં તાલુકાવાર વિકાસકામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને નવા પ્રસ્તાવો અંગે મંડળના સભ્યો તરફથી મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા.
બેઠકમાં જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા,ધારાસભ્યસર્વેશ્રીઓ શ્રી મોહનભાઇ ઢોડિયા,શ્રી મોહનભાઇ કોંકણી, ડૉ,જયરામભાઇ ગામિત,વ્યારા અને સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રીઓ, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોના સર્વ પ્રમુખશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલીયા, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પ્રાયોજના અધિકારી, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેકટર આર.આર. બોરડ, આયોજન અધિકારીશ્રી કે.વી. પટેલ, વિવિધ વિભાગોના જિલ્લા અધિકારીઓ, ધારાસભ્યો તેમજ મંડળના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.