તાપી જિલ્લામાં પાંચ અધ્યતન એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યું

રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ તેમજ કુંવરજીભાઇ હળપતિએ સંયુક્તપણે પાંચ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરાવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશ પટેલ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના સંયુક્તપણે પાંચ એમ્બ્યુલન્સનું લોકાર્પણ વ્યારા ખાતે આજરોજ લીલી ઝંડી આપી કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદન તાપીના જિલ્લા પંચાયત પ્રાંગણમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૫માં નાણાપંચ જિલ્લા પંચાયત કક્ષાના આયોજન હેઠળ જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાંટ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત કુકરમુંડા તાલુકાના સદગવાણ, ગંગથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નિઝર તાલુકાના વેલ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉચ્છલ તાલુકાના કરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટાટા ફોર્સની ટ્રેક્સ મોડેલની ચાર એમ્બ્યુલન્સ તેમજ ટ્રાયબલ સબ પ્લાન સોનગઢ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત નિઝર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર નિઝર ખાતે ટાટા ફોર્સની ટ્રાવેલર મોડેલની એક એમ્બ્યુલસનું લોકાર્પણ લીલીઝંડી આપી કરવામાં આવ્યું.
આ લોકાર્પણમાં જિલ્લા પંચાયત તાપી પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડીયા, ધારાસભ્યશ્રી જયરામ રમેશભાઇ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી જીલ્લા કલેકટર તાપી શ્રી ડો. વિપીન ગર્ગ, (IAS) જિલ્લા વિકાસ અધિકારી તાપી શ્રી રામવિનાસ બુગાલીયા, પ્રાયોજના વહિવટદાર સોનગઢ શ્રી જયંતસિંહ રાઠોડ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ વસાવા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.