ડોલવણ ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તક આજરોજ ડોલવણ તાલુકા કક્ષાના સરકારી પુસ્તકાલયનું એપીએમસી કેમ્પસ ડોલવણ મુકામે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રંથાલય લોકાર્પણમાં જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા નિર્દોષ મુસાફરોને શ્રદ્ધાંજલિ રૂપે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ સરસ અને શાંત વાતાવરણમાં લાઈબ્રેરી બનાવવામાં આવી છે જેનો લાભ વાચકોએ અને પુસ્તક રસિકોએ લેવા અનુરોધ છે.
લોકાર્પણમાં મામલતદાર શ્રી શૈલેશભાઈ ખંડોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઋત્વીક્ભાઈ ગામીત, સુરત વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી જે.એસ. ચૌધરી તેમજ ગ્રામજનો, મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.