નિઝરનાં આડદા ગામે લાખો રૂપિયાના બેસાડવામા આવેલ પેવર બ્લોક સાત મહિનામાં જ ઊખડવા માંડયા : એજન્સીએ કામમાં નકરી વેઠ ઉતારતા સરકારી નાણાનો વ્યય !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત આડદા ગામમાં ૧૫માં નાણાંપંચ યોજનામાં વર્ષ:૨૦૨૪/૨૦૨૫ માં બસ સ્ટેન્ડ અને ગામમાં જતા રસ્તાની બાજુમાં બેસડવામાં આવેલ પેવર બ્લોક ઉખડી જતા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ નાણાં વ્યર્થ ગયા હોવાનું ભાસી રહ્યું છે.
આડદા ગામમાં જવાનાં મેઈન રસ્તાની બાજુમાં અને બસ સ્ટેશનની આગળ સરકારશ્રીદ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક બેસાડ્યા આવ્યા હતા. જે રસ્તા ઉપરથી અને બસ સ્ટેશનની આગળથી ઘણી જગ્યાઓથ ઉપર પેવર બ્લોક ઉખડી ગયેલ જોવા મળે છે. જે તે સમયે રસ્તાની બાજુમાં અને બસ સ્ટેશનની આગળ પેવર બ્લોકની કામગરી કરનાર એજન્સી દ્વારા કામમાં નકરી વેઠ ઉતારવામા આવી હોવાનુ સ્થાનિકો જણાવે છે. નબળી કામગીરી હોવા છતા બાંધકામ એન્જિનિયરએ પણ યોગ્ય નિરીક્ષણ નહી કરતા એજન્સીએ પેવર બ્લોક બેસાડવાની કામગીરીમા વેઠ ઉતારવામાં આવેલ છે. પેવર બ્લોકની કામગીરીને પાંચ કે સાત મહિના પણ પૂર્ણ થયા નથી અને અનેક જગ્યા પરથી પેવર બ્લોક ઉખડવા માંડ્યા છે. ત્યારે નબળી કામગીરી કરનાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવી જોઈએ.
નિઝરના તાલુકા વિકાસ અધિકારી આ બાબતને ધ્યાને લઈ નબળી કામગીરી બજાવનાર કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરીત કરવા જોઈએ જેથી મહત્તમ આઉટપુટ મેળવી શકાય અને સરકારી નાણાનો વ્યય અટકાવી શકાય.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.