ઓલપાડનાં મોર પંથકની શાળાઓનાં બાળકોએ દરિયાકાંઠે પિકનિકની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોર મુખ્ય, મોર બ્રાંચ, મીરજાપોર તથા ભગવા પ્રાથમિક શાળાનાં બાળકોએ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતાં મોર ગામનાં દરિયાકાંઠે કુદરતી સ્ફૂર્તિદાયક વાતાવરણમાં ઉલ્લાસભેર પિકનિકની મોજ માણી હતી. આગોતરા આયોજન મુજબ સદર ચારેચ શાળાઓનાં મુખ્યશિક્ષકો ભૂમિકા પટેલ, સ્મિતા પટેલ, અંજના પટેલ તથા જયેશ વ્યાસનાં માર્ગદર્શન હેઠળ બાળકોએ દરિયાકાંઠે મીઠાનાં અગરની મુલાકાત લઈને મીઠા ઉત્પાદનની સંપૂર્ણ માહિતી મેળવી હતી.
આ સાથે તમામ બાળકોએ નજીકનાં ખારીયા મહાદેવ મંદિરનાં પટાંગણમાં શિક્ષકો ગિરીશ પટેલ, મિતેશ પટેલ, હિતેશ પટેલ, અશોક પટેલ, સોનલ બ્રહ્મભટ્ટ તથા શાહીન ખટીક દ્વારા રમાડેલ અવનવી રમતોનો ભરપૂર આનંદ માણ્યો હતો. અંતમાં સૌ બાળકોએ શિક્ષિકા બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પૌષ્ટિક ભોજનનો આસ્વાદ લીધો હતો. આ પ્રસંગે ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા ડેટા ઓપરેટર સંજય પટેલે ઉપસ્થિત રહીને બાળકોનાં આનંદમાં સહભાગી બન્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.