પહેલગામ આતંકી હુમલાનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ સુરત મહાનગર દ્વારા આક્રોશભર્યો વિરોધ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જમ્મુ કશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 જેટલાં નિર્દોષ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે જેનો દેશભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વિની, સુરત મહાનગર દ્વારા આતંકવાદીઓને ઝડપીને તેમનો સફાયો કરવા અંગેનું આક્રોશભર્યુ આવેદનપત્ર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ઉલ્લેખીને કલેક્ટરશ્રીને પાઠવવામાં આવ્યું હતું.
કલેકટર કચેરી, સુરત ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં પ્રભારી ડો. પૂર્વેશ ઢાકેચા, મહામંત્રી અતુલભાઇ ઢેબરીયા, જોગેન્દ્ર સહાની તથા મનિષ વાઘાણી સહિત સદર સંગઠનનાં કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે આતંકવાદી કૃત્ય સામે વિરોધ વ્યક્ત કર્યો છે. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સુરત મહાનગરનાં પ્રભારી ડો. પૂર્વેશ ઢાકેચાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આતંકવાદનો સંપૂર્ણપણે સફાયો કરવા સરકાર કડક પગલાં લે અને હિન્દુઓ દેશભરમાં નિર્ભયપણે હરે ફરે એવી અમારી માંગણી છે. તેમણે આ આતંકી કૃત્યને સખત શબ્દોમાં વખોડ્યું હતું. તદુપરાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં ડૉ. પ્રવીણભાઇ તોગડિયાજી દ્વારા પણ કાશ્મીર ટુરીઝમ પર સંપૂર્ણ રોક લગાવી કશ્મીરી મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવા અને ભારતનાં અન્ય પ્રવાસન સ્થળોને પ્રાધાન્ય આપવા સરકારશ્રીને અનુરોધ કરવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.