તાપી જિલ્લામાં પોષણ પખવાડિયા 2025 નું સફળ સમાપન

આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાના સમાપન પ્રસંગે ઘટક કક્ષાએ કિશોરી સાથે પૂર્ણા દિવસની ઉજવણી તેમજ કિશોરી પંચાયતની કિશોરીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩. સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાની તમામ તાલુકાઓની આંગણવાડી કેન્દ્રો ખાતે તારીખ ૮મી થી ૨૨મી એપ્રિલ-૨૦૨૫ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસો દરમિયાન આઈસીડીએસ વિભાગ દ્વારા “પોષણ પખવાડીયા એપ્રિલ-૨૦૨૫” અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ શપથ,મમતા દિવસ તેમજ જીવનના પ્રથમ 1000 દિવસો વિશેની સમજ આપવામાં આવી હતી. જિલ્લામાં પોષણપખવાડિયા-૨૦૨૫ના સમાપન નિમિત્તે ઘટક કક્ષાએ કિશોરી સાથે પૂર્ણા દિવસની ઉજવણી તેમજ કિશોરી પંચાયતની કિશોરીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવ્યા હતા.
“પોષણ પખવાડિયા દરમિયાન વિવિધ આંગણવાડી કેન્દ્રો પર આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમ કે . જેમાં પોષણ અંગેની શપથ તથા બાળ તુલા દિવસ, C-MAM કાર્યક્રમ અંગે લાભાર્થીઓને સમજણ અને SAM લાલ-પીળા બાળકોને રાબ પિવડાવવામાં આવી. મમતા દિવસની ઉજવણી કરી સગર્ભા ધાત્રીની આરોગ્ય તપાસ, બાળકોના વજન-ઉચાઈ ,બાળકોને રસીકરણ કરવામાં આવ્યુ તથા જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો વિશે સગર્ભા અને ધાત્રી માતાઓને સમજ અપાઇ હતી. આ આ સાથે પોષણ ટ્રેકરમાંના લાભાર્થી મોડયુલનો પ્રચાર-પ્રસાર, કિશોરીઓ માટે પ્રથમ ૧૦૦૦ દિવસ વિષય પર વિવિધ સ્પર્ધાનું આયોજન, અન્ન પ્રાશન અને બાળ દિવસની ઉજવણી, મીલેટ અને THR આધારીત વાનગી સ્પર્ધા, કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓની ગૃહ મુલાકાત,કિશોરીઓ દ્વારા રંગોળી કરવામાં આવી હતી.
અંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા ગામના મહિલાઓ અને બાળકીઓને પોષણ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ ગર્ભવતી અને ધાત્રી મહિલાઓ માટે વિશેષ પોષણ માર્ગદર્શન અપાયું હતું. જિલ્લાની તમામ આંગણવાડીઓની બહેનોએ ખૂબ ઊર્જા અને ઉત્સાહ સાથે પોષણ પખવાડિયાને લોકભાગિદારીથી સફળ બનાવ્યું હતું.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.