જિલ્લા સેવા સદનમાં પોપ ફ્રાન્સિસના નિધનને લઈને રાષ્ટ્ર ધ્વજ અરધી કાઠીએ લહેરાવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ સોમવાર સવારે નિધન થતા દુનિયાભરના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પોપના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. આ અન્વયે આજે તાપી જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જાહેર શોક દર્શાવતા રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો. આ સિવાય અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક રહેશે. રાજકીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં તમામ ઈમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકેલો રહેશે, જ્યાં નિયમિત રીતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે, અને કોઈ સત્તાવાર મનોરંજક કાર્યક્રમ આ સમય દરમિયાન કરવામાં નહીં આવે.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.