જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નેશનલ WASH એક્સપર્ટની ટિમ તાપી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતોની મુલાકાતે

તાપી જિલ્લાના ગ્રામ પંચાયતોમાં પાણી અને સ્વચ્છતાની કામગીરીનું અવલોકન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. આજ રોજ તાપી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નેશનલ WASH (Water, Sanitation and Hygiene) એક્સપર્ટ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાના કાર્યો, અને શૌચાલય વ્યવસ્થાની સ્થિતી તથા ગંદકી મુક્તતા માટેની કામગીરીઓનું મૂલ્યાંકન અને સમીક્ષા કરવો હતો.
નેશનલ WASH એક્સપર્ટની ટીમે મુલાકાત લઈ ગ્રામ્ય નાગરિકો અને ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો.અને વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતુ. ગામલોકોની સક્રિય સહભાગિતા અને મિશનના અમલ માટેના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાનાં અધિકારીશ્રી, જીલ્લા કક્ષાના અધિકારીશ્રી અને તાલુકા કક્ષાનાં અધિકારીશ્રીઓ તેમજ ગ્રામ સ્તરના અધિકારીઓ તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના સંરપચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત તાપી જિલ્લાના ગ્રામ વિકાસ અને જનસહભાગિતા માટે પ્રેરણારૂપ સાબિત થશે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.