ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં સમૂહ ભોજન નું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તળાદ વિભાગ માધ્યમિક શાળામાં આચાર્ય જયેશભાઈ પટેલ તથા સ્ટાફગણનાં સહયોગથી શાળામાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક ભાઈ-બહેનો તથા વિદ્યાર્થીઓ પોતપોતાનાં ઘરેથી લંચબોક્સ લઈને શાળાએ આવ્યા હતાં. સૌએ આનંદભેર સામુહિક ભોજન લીધું હતું.
સદર આયોજન સંદર્ભે શાળાનાં આચાર્ય જયેશભાઈ પટેલ જણાવ્યું હતું કે આજનાં ફાસ્ટફૂડનાં જમાનામાં વિધાર્થીઓમાં ઘરનાં ભોજન પ્રત્યે રસરુચિ જળવાય રહે એ આજનાં કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ સાથે વિધાર્થીઓમાં એકતા, સમૂહ ભાવના તેમજ મૈત્રીભાવ જેવાં ગુણો વિકસે એવો પણ મૂળભૂત હેતુ રહેલો છે. આ આયોજન થકી વિધાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આત્મિયતા કેળવાશે એવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.