વ્યારા ખાતે ઇનર વ્હીલ ક્લબ દ્વારા આયોજિત ‘આનંદ મેળા’ના ભવ્ય આયોજને વ્યારા નગરજનોમાં ઉમંગ જગાવ્યો

Contact News Publisher

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) :  વ્યારા ખાતે તારીખ:૧૯/૦૪/૨૦૨૫ શનિવારના રોજ ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારાના ઉપક્રમે ઝંડા ચોકમાં એક ભવ્ય આનંદ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું.જેમાં ક્લબના પ્રમુખ મીનાક્ષીબેન શાહ,સેક્રેટરી ફાલ્ગુનીબેન રાણા,પ્રોજેક્ટ ચેરમેન દિપાલીબેન શાહ, કો- ચેરમેન પરવીનબેન દોરડીના માર્ગદર્શન હેઠળ ક્લબના તમામ સભ્યોના સહકારથી આ મેળો યોજાયો.આ કાર્યક્રમના ઉદ્દઘાટક innerwheel District – ૩૦૬ના chairman શ્રીભવિતાબેન દેવરે,મંત્રીશ્રી સ્નેહાબેન ભગત તથા વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રીરિતેશભાઈ ઉપાધ્યાય ,રોટરી ક્લબ ઓફ, વ્યારાના હોદ્દેદારો તથા ઇનર વ્હીલ ક્લબ,વ્યારાના સભ્યશ્રીઓ ,ઇનર વ્હીલ ક્લબ,અણુમાલા ટાઉનશીપના પ્રમુખશ્રી,મંત્રીશ્રી તથા સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ ઉદ્ઘાટકશ્રીના હસ્તે રીબીન કાપીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો કરવામાં આવ્યો. ત્યારબાદ ક્લબના પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન શાહ દ્વારા શબ્દ સ્વરૂપે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તુલસીના પવિત્ર રોપા થી મહેમાનોનુ પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું . પ્રસંગને અનુરૂપ ચેરમેન શ્રીમતિ ભવિતાબેને ક્લબના કાર્ય ની પ્રશંસા કરી અને આવા ભવ્ય આનંદ મેળા ના આયોજન કરવા બદલ શુભેચ્છા પાઠવી અને આનંદ વ્યક્ત કર્યો.
કાર્યક્રમ દરમિયાન આખા વર્ષ દરમિયાન ક્લબના વિવિધ પ્રોજેક્ટમાં સહયોગ આપનાર દાતાશ્રીઓને તુલસીના રોપા અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા.આ મેળામાં આયુર્વેદિક દવાઓ,ઔધોગિક વસ્તુઓ, ઘર વપરાશ વસ્તુ ,જ્વેલરી, જયપુરી કુર્તી, સ્ટેશનરી વસ્તુઓ , ફૂડ સ્ટોલ અને રમુજી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લકી ડ્રો જેવી રમુજી પ્રવૃત્તિઓએ પણ લોકોમાં ઉત્સાહ ભરી દીધો હતો.
વ્યારાના નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સમગ્ર મેળાને ઉત્સાહભેર માણ્યો. આ ભવ્ય મેળો કેવળ નગર માટે તો આનંદદાયક થયો પરંતુ મહિલા શક્તિના આયોજનનું સુંદર ઉદાહરણ પણ બન્યો. આ પ્રસંગે આનંદ મેળામાં ભાગ લેનાર સ્ટોલમાંથી hygenic , healthy & organic વાનગી બનાવનાર સ્ટોલને ક્લબ તરફથી surprise ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં નિર્ણાયકશ્રી તરીકે રીનલબેન ગાંધી (સોનગઢ) અને શ્રી અર્ચનાબેન શાહ(વાલોડ) સેવા આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સહયોગીઓ, કલબને પોતાની જાહેરાત આપી મદદ કરનારા દાતાશ્રીઓ, નગરપાલિકાના કર્મચારીઓ, પરેશભાઈ મીઠાવાલા તથા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રી ભરતભાઈ રાણાનો ઈનરવ્હીલ ક્લબ વ્યારાની ટીમ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

 

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *