પીડીતાને સોશિઅલ મિડીયામાં ફોટા/વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ત્રાસ આપનાર યુવકની શાન ઠેકાણે લાવતી 181 અભયમ ટીમ ઉમરા સુરત

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : મળતી માહીતી મુજબ સચીન GIDC વિસ્તારમાં રહેતા પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે તેઓ કંમ્પનીમા ધાગા કટીંગ શીલાઈ મશીન ચલાવે છે. તેઓની ઉંમર 25 વર્ષ છે. તેઓ એક(આશરે)37 વર્ષના પુરુષ સાથે સોશિઅલ મિડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અઢી વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા તેઓ કંમ્પનીમા સાથે જોબ કરતા પીડીતાએ 3 માસ કંમ્પનીમા જોબ કરેલ ત્યાર બાદ જોબ છોડી દીધી અને હાલ બે વર્ષથી તેમના તે પુરુષ સાથે કોઈ પણ જાતના રીલેશનશીપ નથી. જેથી તેમણે તેમની સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા તે પુરુષ તેમને કેટલાક દિવસ થી ફોન મેસેજ કરી તેમને બ્લેક મેલ કરવા લાગ્યા ફરી તેમની સાથે રીલેશનશીપ રાખવા માટે ફોર્સ કરતા પરંતુ પીડીતાએ રીલેશન શીપ રાખવાની ના પાડતા તેમના બન્ને જણાના ફોટા પીડીતાને તેમના ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં મોકલી વાયરલ કરી દેશે તેવી ધમકી આપતા. જેથી તે પુરુષને સમજાવી તેમને તેમની સાથે કોઈ રીલેશનશીપ રાખવી નથી તેમજ તેમને બ્લેક મેલ ન કરે તે માટે 181 અભયમમા કોલ કરેલ. જેથી પીડીતાના જે પુરુષ સાથે પ્રેમ સંબંધ હતા તેમની કંમ્પનીમા જઈ તેમને બોલાવી તેમનુ કાઉન્સેલિંગ કરતા તેમણે જણાવેલ કે પીડીતાના તેમજ તેમના બન્ને જણાના પ્રેમ સંબંધ છે. પરંતુ થોડા દિવસો થયા તેઓ તેમની સાથે વાતચીત કરતા નથી જેથી પુરુષે જણાવેલ કે પીડીતાએ પોતે તેમના ફોટો/વિડીયો આપેલ છે. પીડીતાએ પોતે તેમને કોલ કરેલ જેથી ફરી એક વખત પીડીતાનુ કાઉન્સેલિંગ કરી પુછપરછ કરતા તેમણે જણાવેલ કે તેમના બન્ને જણાનુ પ્રેમ સંબંધ હતા પરંતુ શક વહેમ કરતા તેમજ તેમના હરકતોના કારણે તેમણે પુરુષ ને જણાવેલ કે તેઓ હવે પોત-પોતાની ફેમેલી જોશે તેઓ હવે તેમને વાત નહી કરશે તેમ જણાવતા તેમણે જણાવેલ કે તેઓ તેમની સાથે વાતચીત નહી કરે તો તેમના ફોટો-વિડીયો સોશિઅલ મિડીયામાં વાયરલ કરી દેશે જેથી પીડીતા ગભરાઇ ગયેલ અને 181ની મદદ લીધી. 181 ટીમ દ્વારા પીડીતાના જે યુવક સાથે પ્રેમ સંબંધ છે. તેમને શાંતી થી પ્રેમ થી સમજાવ્યા કાયદાકીય માહિતી આપી તેમજ જણાવેલ કે તેમના મોબાઈલમાં કોઈના ફોટો-વિડીયો રાખવા પણ એક ગુનો બને છે. તેમ જણાવી તેમના મોબાઈલમાથી ફોટો ડિલેટ કરાવ્યા તેમજ જણાવેલ કે તેઓ પોત-પોતાના પરીવાર ને સાચવે જેથી પીડીતાના પ્રેમ સંબંધ હતા તે યુવક એ ફોટો ડીલેટ માયૉ તેમજ જણાવેલ કે આજ પછી પીડીતાને ફોટાને લઈ કોઈ જાતની ધાક ધમકી નહી આપે કે બ્લેક મેલ નહી કરુ તેમ જણાવેલ પોતાની ભૂલ સ્વીકારી પીડીતા પાસે માફી માંગી લખાણ દ્વારા બાહેધરી આપી સમાધાન કરેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.